સામત્રા ગામે ગૌચર જમીનમાં થતું દબાણ અટકાવવા આવેદન પત્ર.

Date : 21-06-2022

Share It On

ભુજ તાલુકાના સામત્રા ગામની નીમ થયેલ ગૌચર જમીનમાં ભૂમાફિયા દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ગૌચર જમીનમાં ગામના જ કેટલાક શખ્સો દબાણ કરી બાંધકામ કરવાની તજવીજ કરી રહ્યા છે. આ દબાણ થતું અટકાવવા આજે સામત્રા ગામના માલધારી સમાજ સાથે સંબંધિત તંત્રને આવેદન પત્ર આપ્યું. જો આ દબાણ તંત્ર દ્વારા અટકાવવામાં નહિ આવે તો આવનારા સમયમાં માલધારી સમાજ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપવામાં આવશે.