Date : 30-03-2022
ભુજમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે અમોએ અનેક ફરીયાદો કરી હોવા છતાં ભાડા દ્વારા કોઈ કામગીરી નહી કરવામાં આવતા આજે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અનુરાગ ચાપલોત સાહેબને આવેદનપત્ર આપ્યું. ભુજમાં કેટલાક બિલ્ડરો દ્વારા કોમર્શિયલ બાંધકામમાં પાર્કિંગ માટે જગ્યા ખૂલ્લી રાખવામાં આવતી નથી. ભુજમાં આવેલ પાર્કિંગ વિનાની તમામ બિલ્ડિંગના ફોટા સાથે આવેદનપત્ર આપી સત્વરે પાર્કિંગ ખાલી કરાવવા રજૂઆત કરી. આજની આ રજૂઆતમાં મારી સાથે હુશેન થેબા, ઈશ્વરગીરી ગોસ્વામી, અમિષ મહેતા અને લાલજી ઠાકોર જોડાયા હતા.