Date : 26-03-2022
ભુજ તાલુકાના ઢોરી ગામના આહીર સમાજના આગેવાનો વિરુદ્ધ થયેલ પોલીસ ફરિયાદ બાબતે આજે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાથે રૂબરૂ મુલાકાત કરી. આ પોલીસ કેસ બાબતે ઢોરી અને સુમરાસર ગામના દલિત સમાજના આગેવાનો સાથે આહીરપટ્ટી ના તમામ સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જિલ્લા પોલીસ વડાને સમગ્ર બનાવની સત્ય હકીકત રજૂ કરી અને આવનારા સમયમાં આ વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે એ માટે પણ વહીવટ તંત્રને સાથ સહકાર આપવાની ખાતરી આપી.